એકાદશી

(હો હો રે આજે એકાદશી છે )
હો હો રે આજે એકાદશી છે ,
એકાદશી છે ને ફરાળ ની લહેર છે ………..હો હો રે
બરફી પેંડા સાથે દુધી નો હલવો છે ,કંદ બટેટા ઘી માં તળેલ છે ,
ફરાળી ચેવડો ને વેફર નો સ્વાદ છે ………..હો હો રે
શિંગોડા ના શિર સાથે દુધી ના મુઠીયા છે ,સાબુદાણા ના વડાસાથે બટેટા ની પેટીસ છે ,
તળેલી સીંગ માં મરી મીઠા નો સ્વાદ છે ………..હો હો રે
કેસરી શ્રીખંડ સાથે રાજગરા ની પુરી છે ,સુકી ભાજી માં મસાલો ભરપુર છે ,
ડાળા ના ઢોકળા માં મરી નો સ્વાદ છે ………હો હો રે
સામા ની ખીચડી સાથે મોળા દહીં ની કઢી છે  , ફર ફર  પાપડ સાથે રાયતું તૈયાર છે ,
ખાટી મીઠી ચટણી માં તીખો મીઠો સ્વાદ છે …………હો હો રે
કેસર મસાલા નું કઢિયેલ દૂધ છે ,જળ જમુના ની ઝારી ભરી છે ,
મુખવાસ માં એલચી નો સુંદર સ્વાદ છે ……..હો હો રે
કોઈ કરે નિર્જળા ને કોઈ ફરાળ , કોઈ કરે દૂધ પીને ,કોઈ કરે એકવાર ,
મારે તો આજે નજીવું ફરાળ છે ………હો હો રે
વૈષ્ણવો ને એ વ્રત ઘણું વહાલું છે ,આ વ્રત તો મોક્ષ્ દેનારું છે ,
જેનો જેવો ભાવ એવી ભક્તિ આપનારું છે……………. હો હો રે

Leave a Comment