કર્મયોગી એપ્લીકેશનમાં વેકેશન ખાતાનાં અધિકારીઓ / કર્મચારીઓ તથા જાહેર રજાના દિવસે કાર્યરત અધિકારીઓ / કર્મચારીઓની રજા પ્રવાસ રાહત (LTC) અરજીઓ મંજુર કરવા બાબત.
વંચાણે લીધા :
(૧) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૩૧.૦૮.૨૦૧૬નો પરિપત્ર ક્રમાંક:HRM-૧૦૨૦૧૬-૪૫૨૨-HAMS
Cell
(૨) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૦૫.૧૦.૨૦૧૯નો પરિપત્ર ક્રમાંક : HRM-૧૦૨૦૧૬-૪૫૨૨-HRMS
Cell
(3) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૧૭.૦૫,૨૦૨૨નો પરિપત્ર ક્રમાંક : HRM-૧૦૨૦૧૬-૪૫૨૨-HRMS
Cell
(૪) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૨૧.૦૩.૨૦૨૪નો પરિપત્ર ક્રમાંક GAD/HRM/e-
file/1/2024/1067/HRMS Section
(૫) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૩૧.૦૭.૨૦૨૪નો પરિપત્ર ક્રમાંક : GAD/HAM/0
file/1/2024/1067/HRMS Section
(૬) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૨૫.૧૦.૨૦૨૪નો પરિપત્ર ક્રમાંક : GAD/HRM/0-
file/1/2024/1067/HRMS Section
(૭) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૨૪,૦૩,૨૦૨૫નો પરિપત્ર ક્રમાંક GAD/HRM/e-
file/1/2025/1857/HRMS Section
પરિપત્ર:
ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમ (૬) પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા
ફરજીયાતપણે તેઓની રજા(Leave), રજા પ્રવાસ રાહત (LTC), LTC સાથે સંકળાયેલ પેશગી (LTC Advance) તેમજ રજાનું રોકડમાં રૂપાંતર (Leave Encashment)ને લગતી અરજીઓ કર્મયોગી એપ્લીકેશનમાં જ કરવા અંગેની સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
વધુમાં ઉક્ત પરિપત્ર થયેથી તમામ તિજોરી અધિકારીશ્રીઓ દ્વારા LTC તથા LTC સંબંધિત રજાના રોકડમાં રૂપાંતર તેમજ પેશગી અંગેની અરજીઓ અંતર્ગત કરવાનું થતું ચુકવણું ફરજીયાતપણે -કર્મયોગી પોર્ટલ પર મંજુર થયેલ અરજીઓ પરત્વે જ કરવાનું પણ અત્રેથી જણાવવામાં આવેલ B.
આ અનુસંધાને રાજ્યના વેકેશન ખાતાનાં અધિકારીઓ / કર્મચારીઓ તથા એવી જગ્યાઓ ઉપર કામ કરતા અધિકારીઓ / કર્મચારીઓ કે જેઓને બીજો તેમજ ચોથો શનિવાર અથવા તમામ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ ફરજ બજાવવાની રહેતી હોય તેવા તમામ અધિકારીઓ / કર્મચારીઓની રજા તેમજ રજા પ્રવાસ રાહત અંગેની વેકેશન કે જાહેર રજા દરમિયાન કરવામાં આવતી અરજીઓ પરત્વે નીચે મુજબ સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
૨. કર્મયોગી એપ્લીકેશનમાં હાલમાં ઉપર ઉલ્લેખિત અધિકારીઓ / કર્મચારીઓને લાગુ પડતાં રજા કેલેન્ડરનો અમલ કરવામાં આવેલ નથી તેમજ તે અમલી કરવા અંગેની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. આથી ઉક્ત બાબતનો કર્મયોગી એપ્લીકેશનમાં અમલ કર્યેથી અથવા અત્રેથી અન્ય સૂચના પ્રસિદ્ધ કરવામાં આવે ત્યાં સુધી આવા તમામ અધિકારીઓ / કર્મચારીઓની રજા કે રજા પ્રવાસ રાહત અંગેની વેકેશન કે જાહેર રજા દરમિયાનની અરજીઓ ઓફલાઈન મંજુર કરવા આથી સૂચિત કરવામાં આવે છે. (આ સિવાયના સામાન્ય સંજોગોમાં ઉપર ઉલ્લેખિત અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા કરવાની થતી અરજીઓ સંદર્ભે કર્મયોગી એપ્લીકેશનમાં મંજુર અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે જેની નોંધ લેવી.)
આ પ્રકારની અરજીઓ બાબતે યોગ્યતા નક્કી કરવાની જવાબદારી જે તે મંજુરકતી 2/4 રહેશે. મંજુરકતી અધિકારી દ્વારા યોગ્યતા પ્રમાણપત્ર / મંજુરી મળ્યેથી ઉપર ઉલ્લેખિત અધિકારીઓ / કર્મચારીઓની તેમને લાગુ પડતી રજા (Leave), રજા પ્રવાસ રાહત (LTC) તેમજ LTC સાથે સંકળાયેલ પેશગી (LTC Advance) તેમજ રજાનું રોકડમાં રૂપાંતર (Leave Encashment)ને લગતી વેકેશન કે જાહેર રજા દરમિયાનની ઓફલાઈન મંજુર થયેલ અરજીઓ સ્વીકારવા તમામ તિજોરી અધિકારીશ્રીઓને આથી જણાવવામાં આવે છે.
ઉક્ત મુદ્દા અન્વયે ઓફલાઇન ઓર્ડર કર્યેથી, જે તે અધિકારી/કર્મચારીઓના “કર્મયોગી એકાઉન્ટમાંથી Leave Balance Deduct કરવાની જવાબદારી જે તે અધિકારી/કર્મચારીઓના કચેરીના વડાની રહેશે.
3. ‘કર્મયોગી એપ્લિકેશનમાં ઉક્ત સંબંધમાં કોઈ માર્ગદર્શનની જરૂરિયાત ઉભી થાય તો હેલ્પલાઈન નંબર ૦૭૯-૨૩૨ ૫૮૫૭૬ તથા karmyogi-support@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે.
५ परिपत्र सामान्य हीट विभागनी र GAD/HRM/e-file/1/2024/1857/HRMS Section ઉપર મળેલ નાણાં વિભાગની મંજૂરીથી બહાર પાડવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.
અગત્યની લિંક
બેન્ક ઓફ બરોડા માં નવા એકાઉન્ટ ઓપન કરવાની સૂચના
17 મે થી IPL 2025 નો નવો કાર્યક્ર્મ જાહેર
ગ્રામ સેવકની જગ્યા બાબત
ઘોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા-૨૦૨૫ માટે આવેદન કરવા બાબત
શાળા પ્રવેશોત્સવ બાબત (18, 19, 20 જૂન)
સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન, ચોઇસ સહિતની પ્રક્રિયા શરૂ
ધો.૧૦ પછી ડીપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે ૧૫ મે થી ૨૩ જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન