રેશન કાર્ડધારકોના ઈ-કેવાયસી 10 મે સુધી કરાવી લેવા તંત્રએ તાકીદ કરી
મોટી સંખ્યામાં કામગીરી બાકી હોવાથી મુદત લંબાવવા દુકાનદારોએ માગ કરી
નવગુજરાત સમય > ગાંધીનગર
રાજ્યના રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો ચાલુ રાખવો હોય તો 10 મે સુધી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી લેવા પુરવઠા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓ, પોસ્ટ ઓફિસ, રેશનિંગના દુકાનદારો અને માય રેશન નામની એપ્લિકેશનથી પણ ઈ-કેવાયસી કરાવી શકશે. જો કે મોટી સંખ્યામાં કાર્ડ ધારકો બાકી હોવાથી આ સમય મર્યાદા લંબાવી આપવા માગ ઉઠી છે.
પુરવઠા તંત્ર દ્વારા રેશનિંગના દુકાનદારોને પણ નિયત સમય મર્યાદા સુધી અનાજ મેળવતા તમામ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) રેશનકાર્ડ ધારકોના
પીડી પ્લસ દ્વારા ઈ કેવાયસી કરી લેવા જણાવ્યું છે. આ મુદત પછી જે સભ્યએ ઈ-કેવાયસી કરાવ્યું નહીં હોય તે રેશનિંગનું અનાજ મેળવવાને પાત્ર રહેશે નહીં તેવી તાકિદ પણ અંદરખાને દુકાનદારોને પુરવઠા તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં 15 ઝોનલ કચેરીના રેશનિંગ દુકાનદારોના સંચાલકોને આ માટે જાણ કરવામાં આવી હતી.
જો કે આ સૂચનાની બીજી બાજુ દુકાનદારોના કહેવા મુજબ હાલ વેકેશન ચાલી રહ્યું છે. રેશનિંગ કાર્ડ ધારકના પરિવારના તમામ વિદ્યાર્થીઓ
દુકાનદારોને સ્વખર્ચે નવું ડિવાઇસ ખરીદવાની સૂચના
નાગરિક પુરવઠા વિભાગે રેશન કાર્ડના દુકાનદારોને ઓનલાઇન વિતરણ વ્યવસ્થા માટે કોમ્પ્યુટર કનેક્ટ ડિવાઇસ ફિંગર પ્રિન્ટનું નવું એલ વન ડિવાઇસ તેમના ખર્ચે ખરીદવાની ફરજ પાડી છે. દરેક દુકાનદારોને આ માટે તાત્કાલિક 3 હજારથી વધુનો ખર્ચ રેશનિંગની કુપન કાઢવા અને ફિંગર પ્રીન્ટ લઇ શકાય તે માટે ખરીદવું પડશે. મંત્રા ડિવાઇસ બંધ કરાતા અને જૂનું પરત કરવાની કોઇ સૂચના ન અપાતા દુકાનદારોને વધારાનું આર્થિક ભારણ આવતા મુશ્કેલીમાં મૂકાતા જૂની પધ્ધતિ યથાવત રાખવાની માગ કરી રહ્યા છે.
સહિતના સભ્યો ઘરે હાજર ન હોય તેવી પણ સ્થિતિ છે. તેથી ઇ-કેવાયસી અંગેની મુદતમાં વધારો કરવો જોઈએ.
તે ઉપરાંત પાંચ વર્ષથી નીચેના અને 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિક કે જેમના આંગણાની છાપ કે ફિંગર પ્રિન્ટ તેમના મોબાઈલમાં આધાર કાર્ડ અપડેટ ના થયું હોવાથી સમસ્યા સર્જાય છે. આધાર કાર્ડ અપડેટનો સુધારો પંદર દિવસમાં થાય છે અને તેમના ઈ-કેવાયસી થઈ શકતા નથી. તેના કારણે પણ વધુ સમય વ્યતીત થતો હોવાથી અનાજ આપવાની મુદતમાં લાંબો વધારો કરવો જોઇએ.
સરકારે સરકારી કર્મચારીઓ માટે મંજુર કરેલ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેશ સેવા આપતી હોસ્પિટલ ની યાદી
ટૂંક સમયમાં આઠમાં પગારપંચનું જાહેરનામું
કેળવણી નિરીક્ષકના રોસ્ટર પ્રમાણિત karva બાબત
નવનિયુક્ત વિદ્યાસહાયકોની ધોરણ 1 અને 2 ભણાવતા શિક્ષકોની તાલીમ યોજવા બાબત
જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગની અંદર ભરતી ની જાહેરાત ( માધ્યમિક)
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર ભરતી ની જાહેરાત ( પ્રાથમિક)
આજે બપોરે 2:00 વાગ્યા પછી CRC પરીક્ષાના કોલલેટર ડાઉડલોડ કરી શકાશે