વરસાદ ની શરૂઆત સાથેજ ઘણા તહેવાર ની શરૂઆત થઇ જાય છે. અષાઢ માસ માં કુમારીકાઓ દ્વારા ઉજવાતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રત ના અંત માં આખી રાતનું જાગરણ કરી કુમારીકાઓ વ્રત નું સમાપન કરે છે. કુવારીકા ઓ પાંચ દિવસ ઉપવાસ કરે છે,અને છેલ્લા દિવસે નાકોડો ઉપવાસ કરે છે.સાંજના ફરવા માટે જાય છે.વહેલી સવારે ઉઠીને શિવાલય માં જઈને શિવ પાર્વતી ની પૂજા અર્ચના કરે છે.
આ વરસે ગૌરી વ્રત પહેલી જુલાય થી પંચમી જુલાય સુધી ચાલશે.વચ્ચે જે પૂર્ણિમા આવશે તે વરસ ની મોટામાં મોટી પૂર્ણિમા આવશે,જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે.
ગુરુ પૂર્ણિમા ની વધુ માહિતી માટે મારી ગુરુ પૂર્ણિમા ની પોસ્ટ ની મુલાકાત લો ……….જય જલારામ